આપણું ગુજરાત

કઠોર કળિયુગઃ પેટના જણ્યાએ પૈસા માટે મા-બાપને એવો ત્રાસ આપ્યો કે…

જયપુર: રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં ગુરુવારે પાણીની ટાંકીમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર કરણી કોલોનીમાં રહેતા હજારી રામ વિશ્નોઈ અને તેમના પત્ની ચાવલી દેવીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યા હતા. વળી પાણીની ટાંકી પાસે એક સુસાઈડ નોટ ચોંટાડેલી મળી આવી હતી, જેમાં દીકરાઓ અને સંબંધીઓ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

70 વર્ષના હજારીરામ બિશ્નોઈએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે “પુત્ર રાજેન્દ્રએ અમને ત્રણ વખત માર માર્યો હતો અને બે વખત સુનિલે માર્યા. તેઓ ચૂપ બેસી રહેવા માટે કહેતા હતા, કહ્યું હતું કે તમે બંનેને રાત્રે મારી નાખીશું. બંને ભાઈઓ અને તેમની પત્નીઓ અમને મારી નાખશે. છોડશે નહીં…” હજારીરામે તેની 68 વર્ષીય પત્ની ચાવલી દેવી સાથે ઘરમાં બનેલી પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. કોઈપણનું કાળજું કંપાવી દે તેવો કિસ્સો રાજસ્થાનના નાગૌર જિલ્લાનો છે.

પોલીસને તેના ઘરમાંથી દિવાલ પર ચોંટાડેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં હજારીરામ અને ચાવલી દેવીએ તેમના પુત્ર અને પુત્રવધૂ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. 3 પ્લોટ માટે પુત્ર, પુત્રવધૂ અને સંબંધીઓ ત્રાસ આપતા હોવાનો આરોપ છે. તેમણે ઘણા સંબંધીઓ પરેશાન કરતાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

સુસાઈડ નોટમાં હજારીરામે મારપીટ કરતાં હોવાનો આરોપ કર્યો છે જેમાં જે જે વ્યક્તિઓનાં નામનો ઉલ્લેખ છે તેમાં પુત્ર રાજેન્દ્ર અને પુત્રવધૂ રોશની, પુત્ર સુનીલ અને પુત્રવધૂ અનિતા તેમજ પૌત્ર પ્રણવ, દીકરીઓ મંજુ અને સુનીતા. આ ઉપરાંત જશકરણ, ઈશરામ, તેની પત્ની સાઉ, મકરાણાના સુખરામ સહિતના લોકોનાં નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button