રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારીની રાજકોટ મુલાકાત
આજરોજ રાજકોટ ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન દિયા કુમારી લોકસભાની ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે રાજકોટની મુલાકાત લીધી હતી અને રાજકોટના સાંસદ મોહન કુંડારીયા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા,ધારાસભ્યો તથા શહેર ભાજપના હોદ્દેદારો તથા નેતાઓને મળ્યા હતા.સાથે પ્રેસ અને મીડિયા સાથે વાતચીત કરી હતી.
લોકસભાની ચૂંટણી સંદર્ભે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વખતે ભારતીય જનતા પક્ષ ૪૦૦ સીટોને પાર કરીશે.
વાત ચીત દરમિયાનદિયા કુમારીએ એક સંકેત આપ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે અને આપશે જે અંગે મહિલાઓ વારંવાર તેમનો આભાર માને છે. બની શકે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં પણ મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવામાં આવે. ઇન્ડિયા ગઠબંધન વિશે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે હવે તે પૂરું થઈ ગયું છે.ઇન્ડિયા ગઠબંધન જેવું કંઈ છે નહિ.
આમ ભારતીય જનતા પક્ષે અન્ય રાજ્યના નેતાઓને પણ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કાર્ય સોંપી તૈયારીઓ શરૂ કરી દીધી છે.