Gujarat માં હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: Gujaratમાં આગામી પાંચ દિવસ સુધી હજુ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આ દિવસો દરમ્યાન અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું
જ્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મુશળધાર વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી વરસાદની આજની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની પડી શકે છે.
દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો આજે અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહિસાગર, ગાંધીનગર, ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
Also Read –