Gujarat માં આજે આ જિલ્લાઓમાં જોવા મળશે વરસાદી માહોલ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ધીરે ધીરે ચોમાસું(Monsoon 2024) સક્રિય બની રહ્યું છે. તેમજ હાલ ચોમાસું નવસારી સ્થિર થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં છૂટો છવાયા મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગત 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં 26 મી.મી., ધરમપુરમાં 25, કપરાડામાં 24, થાનમાં 21 મી.મી વરસાદ વરસ્યો છે.
મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની સંભાવના
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.
ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી
જ્યારે 19 થી 21 જૂન દરમ્યાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.