આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat ને ફરી ઘમરોળશે વરસાદ, બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાત કરશે અસર

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે. બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરમિયાન શુક્રવારે સાંજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમા ચોમાસાની વિદાય બાદ પણ સતત વરસાદ ચાલુ રહેતા ખેડુતો ચિંતિત બન્યા છે.

અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ છે હાલ રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ નથી. પણ હાલ રાજ્યમાં કન્વેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે 19મી ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 20મી ઓકટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 21મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, દક્ષિણ ગુજરાત અને વલસાડમાં ભારે વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 2.55 ઈંચ અને નવસારીના વાંસદામાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગત રોજ શુક્રવારે સાંજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો

શુક્રવારે સાંજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. નવસારીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાદળો ઘેરાતા અંધારપટ છવાઈ ગયો હતો. આ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયા હતા. વરસાદ પડતા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શુક્રવારે સાંજે બે કલાકમાં નવસારી તાલુકામાં 1.6 ઇંચ, જલાલપોર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ચીખલી તાલુકામાં, ગણદેવી અને ખેરગામ તાલુકામાં તેમજ વાંસદા તાલુકામાં એક થી દસ મિમી વરસાદ નોંધાયો હતો.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker