આપણું ગુજરાત

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ, પોરબંદરમાં 14 ઇંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો નથી.રાજ્યમાં શુક્રવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ વરસાદ

આ ઉપરાંત વિસાવદરમાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પણ પોણા પાંચ ઈંચ, રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ, જૂનાગઢના માળીયાહાટીનામાં સાડા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા ચાર ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ, જામનગરના કાલાવડમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના ખાંભામાં પણ સવા ત્રણ ઈંચ, ગીર ગઢડામાં ત્રણ ઈંચ, અમરેલીના કુકાવાવમાં ત્રણ ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ

રાજ્યના અન્ય તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસયો હતો. જેમાં મેંદરડા માં ત્રણ ઈંચ, દ્વારકાના ભાણવડમાં અઢી ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, ભાવનગરના શિહોરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત અમરેલીના બગસરામાં સવા બે ઈંચ, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઈંચ, જામનગરના ધ્રોલમાં સવા બે ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ, વલસાડના ઉમરગામમાં બે ઈંચ, દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં પોણા બે ઈંચ, સાવરકુંડલામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button