Gujarat માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા એકાદ અઠવાડિયેથી વરસી રહેલા વરસાદનું જોર મંગળવારથી ઓછું થયુ છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અને ગરમી એમ બેવડી ઋતુનો વારંવાર અનુભવ થયો હતો. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સિવાય રાજ્યમાં હાલ વરસાદની સંભાવના ન હોવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સિવાયના બાકીના ભાગોમાં હવામાન સુકુ રહેશે.
આગામી પાંચ માત્રદરિયા કાંઠામાં વરસાદની સંભાવના
ગુજરાતમાં નવરાત્રી પૂર્વે જ ટેન્શનમાં મૂકાયેલા ગરબા ખેલૈયાઓ અને અર્વાચીન રાસોત્સવના આયોજકોને રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. આગામી 1લી ઓક્ટોબરથી 5મી ઓકટોબર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ઘટવા તરફી રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત તથા અમરેલી, ભાવનગરના સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં બે-ત્રણ દિવસ છુટાછવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના દર્શાવી છે જેમાં આજે પહેલી ઓક્ટોબર મંગળવારના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા,અરવલ્લી, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Also Read –