અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 226 તાલુકામાં મેઘમહેર
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આજ સવારથી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4 ઇંચ જેટલો નોંધાયો છે. જ્યારે કુલ 18 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ:
આજે રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કુલ 18 તાલુકાઓમાં 2 ઇંચથી લઈએ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડોલવણમાં સાડા ત્રણ ઇંચ, વણસડા, વઘઇ, ધરમપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેરગામમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ચિખલી, વલસાડ, પારડી, આહવા, વાલોડમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ છલકાયા: 9 હાઇ એલર્ટ પર
વાપી, ગણદેવી અને વિજયનગરમાં સવા બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે વ્યારા, સુબીર, નવસારી અને મહીસાગર જિલ્લાના વિરપુર બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 59 તાલુકાઓમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થતિ વચ્ચે આગામી દિવસમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. IMD દ્વારા 4 ઓગષ્ટના રોજ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદની સ્થિતિને લઈને ગુજરાતને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.