આપણું ગુજરાતભુજ

કચ્છમાં ફરી પલટાયું હવામાન: દિવસે અષાઢી માહોલ અને ઠેર-ઠેર ઝાપટાં…

ભુજ: કચ્છમાં સેકન્ડ સમરની અકળાવતી ગરમી વચ્ચે આજે બપોર બાદ અચાનક હવામાન પલટાયું છે અને કચ્છમાં જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવા અંધારાના ઓળા ઉતરી આવ્યા છે. આ વર્ષે વાતાવરણની બદલાતી પરિસ્થિતિ વચ્ચે બંગાળની ખાડીમાં એકથી વધુ હવાના હળવાં દબાણના પટ્ટાઓ ચક્રવાતમાં ફેરવાઈ તેવી સંભાવના છે. જેથી ગુજરાત પર આગામી પાંચ મહિના સુધી વાવાઝોડાના એકથી વધુ સંકટ આવી શકે છે. આ ઉપરાંત ત્રણથી વધુ પશ્ચિમી વિક્ષોભ સર્જાવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Weather Update: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુલાબી ઠંડીએ દસ્તક આપી, દિલ્હીમાં વધતું પ્રદૂષણ

કચ્છમાં અચાનક વાતાવરણ પલટાયા બાદ ભારે મેઘગર્જના થવા પામી રહી છે. દરમ્યાન, ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર શરૂ થયો છે અને જાણે ભરચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાવા પામ્યો છે.

વાતાવરણની અસર તહેવારના ટાણે બજારોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે, હાલ ગ્રામ્ય વિસ્તારોની ગ્રાહકી ઠપ્પ થઇ ચૂકી છે. આ કમોસમી વરસાદી હવામાનને લીધે ખેતરોમાં ખળામાં પડેલા તૈયાર પાકને નુકશાનની ભીતિ સેવાએ રહી છે. આ ઉપરાંત આવું હવામાન જો લાંબો સમય ચાલશે તો શિયાળુ પાકના વાવેતર પર પણ તેની અસર પડશે અને તે પાછળ ઠેલાશે.

આ પણ વાંચો : Gujaratમાં આજે પાંચ જિલ્લામાં વરસાદની આગાહી, લાઠીમાં વીજળી પડતા પાંચ લોકોના મોત

આજે અચાનક પલટાયેલા હવામાનની સાથે તાપમાનનો પારો 38 ડિગ્રી સે.થી ઘટીને 33 ડિગ્રી સે. પર પહોંચી જતાં લોકોને ગરમીમાંથી કામચલાઉ રાહત મળવા પામી છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker