આપણું ગુજરાત

અમદાવાદમાં ચાર કલાકમાં એક ઇંચ વરસાદ, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી…

અમદાવાદ: શહેરમાં રવિવારે મેઘમહેર થઈ હતી, ચાર કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

નારોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા
સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા નારોલ, મણીનગર, ઓઢવ, વિરાટનગર, નિકોલ, રામોલ, કઠવાડા, હાથીજણ સહિતના વિસ્તારોમાં પડ્યો હતો. નારોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વટવા, કોતરપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ
શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. અમદાવાદમાં વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો. વટવા, કોતરપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ,નરોડા, મેમ્કોમાં 1 ઈંચથી વધુ વરસાદ, વિરાટનગર, નિકોલમાં 1 ઈંચથી વધુ વરસાદ,રામોલમાં 1 ઈંચ વરસાદ,બોપલ, ગોતા, ઓઢવમાં અડધા ઈંચથી વધુ વરસાદ,ઉસ્માનપુરા, દુધેશ્વર, રાણીપમાં અડધા ઈંચથી વધુ વરસાદ, સરખેજ, રાયખડમાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં, જશોદાનગર પુનિત ક્રોસિંગ પાસે , ગોદરેજ ગાર્ડન સિટીમાં, જગતપુર,ખોરજ બ્રિજ પાસે, વૈષ્ણદેવી સર્કલ પાસે, સરખેજથી વૈષ્ણોદેવી તરફ જતા સર્વિસ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. બોપલ વિસ્તારમાં આવેલો રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો. શહેરમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.

શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડતા સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને જાતે ગટરના ઢાંકણા ખોલીને વરસાદી પાણીનો નિકાલ કરવો પડ્યો હતો. કોર્પોરેશન તંત્રના કોઈપણ કર્મચારી કે અધિકારી પાણી ભરાયા હોવા છતાં પણ ફીલ્ડમાં જોવા મળ્યો નહોતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button