અમદાવાદઆપણું ગુજરાત

તરસ્યુ અમદાવાદ થયું તળબોળઃ સિઝનનો આટલો વરસાદ પડ્યો

અમદાવાદઃ બાર મહિનામાં લગભગ 9થી 10 મહિના ભઠ્ઠીની જેમ તપતા અમદાવાદમાં ગયા અઠવાડિયાએ મેઘરાજાએ મહેર કરતા થોડી ઠાઢક થઈ છે. જૂન અને ખાસ કરીને જૂલાઈ મહિનામાં જ્યારે આખું ગુજરાત જળબંબાકાર થયું હતું ત્યારે પણ અમદાવાદમાં છુટાછવાયા ઝાપટા સિવાય વરસાદ વરસ્યો ન હતો. એક તરફ ગાંધીનગર, વડોદરા અને સુરતમાં સારો એવો વરસાદ નોંધાયો હતો, પરંતુ અમદાવાદ તરસ્યું રહી ગયું હતું અને હવે સિઝનનો વરસાદ પડશે કે નહીં તેવો સવાલ સૌને થતો હતો ત્યારે ગયા અઠવાડિયે મેઘરાજાએ શહેરને તળબોળ કરી દેતા રોજ-બરોજના વપરાશના પાણીનો જથ્થો મળી ગયો છે તેમ જ શહેરીજનોને ગરમીથી થોડી રાહત પણ મળી છે.

અમદાવાદમાં ગત સપ્તાહ દરમિયાન વરસેલા વરસાદને પરિણામે ચોમાસાનો કુલ સરેરાશ 35.53 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં અત્યાર સુધીમાં પૂરતો વરસાદ વરસ્યો છે. શહેરમાં ફક્ત નવ દિવસમાં 40 ટકા વરસાદ વરસ્યો છે.

શહેરમાં સિઝનની જરૂરિયાત કરતા 2.83 ઇંચ વધુ વરસાદ
અમદાવાદ શહેરમાં સિઝનની જરૂરિયાત કરતા 2.83 ઇંચ લેખે આઠ ટકા વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગ જણાવે છે. જોકે, પશ્ચિમમાં હજુ પણ 1.76 ઇંચ કે અંદાજે પાંચ ટકાની ઘટ છે. અમદાવાદ શહેરને ચાલુ વર્ષે કેટલાંક દિવસો રાહ જોવડાવ્યા પછી મેઘરાજા મહેરબાન થયા અને છેલ્લા નવ દિવસમાં શહેરમાં લગભગ 40 ટકા જેટલો વરસાદ પડી ગયો હત. આથી સિઝનની વરસાદની જે ઘટ હતી તે પૂરીથઈ ગઈ છે. ઝોનવાઈસ વાત કરીએ તો શહેરના પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરેરાશ 33.24 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 45.46 ઈંચ, વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 38.56 ઈંચ, મધ્ય ઝોનમાં 31.13 ઈંચ અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 31.98 ઈંચ વરસાદ નોંધાયો છે.

વિસ્તાર પ્રમાણે જોઈએ તો શહેરના પૂર્વ પટ્ટાના નરોડામાં સૌથી વધુ 61.86 ઇંચ, મણિનગરમાં 48.28, ઓઢવમાં 44.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે પશ્ચિમમાં ગોતામાં સરેરાશથી વધુ 39.36 વરસાદ નોંધાયો છે.

હજુ વરસાદનો એક રાઉન્ડ અપેક્ષિત છે, પરંતુ સાવ જ સૂકા જણાતા અમદાવાદમાં થયેલી મેઘમહેરથી જનતા ખુશ છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…