ઉત્તર ગુજરાતમાં મેઘો “રાજી” : રાજ્યના 203 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વરસાદ પ્રાંતિજમાં

અમદાવાદ: આજે ગુજરાત પર મેઘરાજાની મહેર વરસી હતી. ગુજરાતમાં આજે મેઘરાજા ઉતર ગુજરાતમાં મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 203 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પડ્યો છે. અહી પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વિસનગરમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.
આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધીમાં ગુજરાતમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો રાજ્યના કુલ 203 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આજે સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વિસનગરના સવા 6 ઇંચ જેટલો, મહેસાણામાં 6 ઇંચ જેટલો લુણાવાડા, વિજલપૂર, વડગામ, તલોદ, મોડાસા, કપરાડામાં સવા ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
કુલ 23 તાલુકાઓમાં 2 ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં માલપુર. દાંતીવાડા, ખેડબ્રહ્મા, આહવા, વડનગર, ઊંઝા,વાપી, ધરમપુર, વડોદરા, ખાનપુર, બેચરાજી, પાલનપૂર, ઓલપાડ, ભિલોડા વગેરેમાં 2 ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કુલ 18 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ઉતર ગુજરાતના જિલ્લાઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે આજે ઉતર ગુજરાતના જિલ્લાઓના ઘણા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમિગઢ તાલુકામાં ખૂબ જ લાંબી રાહ જોયા બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે. આજે અમિગઢ તાલુકામાં ગરનાળામાં પાણી ભરાયેલું હોવા છતાં એસટી બસ ચલાવતા આખી બસ પાણીમાં ગરકાવ થઈ હતી.