Gujarat માં 175 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સુરત, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં છે. વલસાડ, દમણ, અતિભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ રહેશે. અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ
આજે સવારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેર માં ઝરમર વરસાદ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હોય તેવો નજારો જોવા મળ્યો છે. જેમાં શહેરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે એસજી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ તથા જજીસ બંગલો રોડ વિસ્તારોમાં વરસાદ વસી રહ્યો છે. આ ઉપરાંત ગોતા અને રાણીપ, ચાંદલોડિયા માં વરસાદ છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના છે. 3જી અને 4થી ઓગસ્ટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના ખેરગામમાં 6 ઈંચ વધુ નોંધાયો છે. જ્યારે આહવા અને વઘઈમાં બે ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ અને વલસાડ અને કપડવંજમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો હતો
Also Read –