આપણું ગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

Gujarat માં આગામી બે દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા દર્શાવી છે. હાલ સર્જાયેલી સિસ્ટમના કારણે ત્રણ દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યાતા છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે. જેમાં 24મી અને 25મી સપ્ટેમ્બરે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન આજે વહેલી સવારે અમદાવાદના પુર્વ વિસ્તારમાં વરસાદી છાટાં પડ્યા હતાં.

બંગાળની ખાડીની સિસ્ટમથી વરસાદની સંભાવના

રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે. આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવો રહેશે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. સવારે જાહેર કરેલા આગાહીના નોટિફિકેશન મુજબ આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમા વરસાદની શક્યતા

25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

26મી સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ સુરત, તાપીમાં શક્યતા

26મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button