Weather Update: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુલાબી ઠંડીએ દસ્તક આપી, દિલ્હીમાં વધતું પ્રદૂષણ

નવી દિલ્હી : દેશના ઘણા ભાગોમાં હવામાન(Weather Update)બદલાઈ રહ્યું છે. જેમાં અનેક રાજ્યોમાં ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ અને પંજાબમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે 21 થી 25 ઓક્ટોબર સુધી દેશના અનેક રાજ્યમાં વરસાદ પડી શકે છે.
| Also Read: Surat Rain: સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ, રાવણ દહનના કાર્યક્રમમાં વિધ્ન
દિલ્હીની હવા ઝેરી બની
દેશની રાજધાની દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ સ્મોગ બ્લેન્કેટ, પાણીનો છંટકાવ, ઝાડ પરની ધૂળ સાફ કરવા અને એન્ટી સ્મોગ ગન તૈનાત કરવામાં આવી છે. તેમજ કેમિકલ અને સફેદ ફીણથી ભરેલી યમુના નદીનું દ્રશ્ય ખૂબ જ ભયાનક છે.દિલ્હી-એનસીઆરમાં રવિવારે હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે.
| Also Read: Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર
દિલ્હીમાં AQI 400ની નજીક પહોંચી ગયો છે
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણનો ખતરો છે. ચોમાસાની સ્વચ્છ હવા હવે ઝેરી બની ગઈ છે. દિલ્હી-એનસીઆરની હવા WHOની મર્યાદા કરતા 8 ગણી વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. પંજાબ-હરિયાણાથી આવતા પરાળીના ધુમાડાથી ગૂંગળામણ થવા લાગી છે. દિલ્હીનું AQI સ્તર 400 ની નજીક પહોંચી ગયો છે.