
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા સેક્શનમાં વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનની વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે કામકાજ માટે બ્લોક જાહેર કર્યા પછી અચાનક હવે રદ કરવાનો નિર્ણય લીધો છે, તેથી ટ્રેનો રાબેતા મુજબ ચાલુ રહેશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.