આપણું ગુજરાત

આવી રહી છે રેલવેની સ્પેશિયલ સવારી…વેકેશન માટે જવાનું હોય તો કરાવી લો બુકિંગ

અમદાવાદઃ એક તરફ ત્રાહિમામ ગરમી છે, પરંતુ બીજી બાજુ બાળકોના વેકેશન પણ છે, આથી લોકોએ ફરવાના પ્લાન બનાવી રાખ્યા છે ત્યારે રેલવેએ (Western railway) તમારી સુવિધાને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ટ્રેન (Special trains)ની સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના સાબરમતી સ્ટેશનથી આ ત્રણ ટ્રેન તમને સેવા આપશે તો જાણી લો વિગતો.

  1. ટ્રેન નંબર 04818/04817 સાબરમતી-બાડમેર (સાપ્તાહિક) સ્પેશ્યલ (20 ફેરા)

ટ્રેન નંબર 04818 સાબરમતી-બાડમેર સ્પેશિયલ સાબરમતીથી દર સોમવારે 08.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 17.55 કલાકે બાડમેર પહોંચશે. આ ટ્રેન 29 એપ્રિલ 2024થી 01 જુલાઈ 2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 04817 બાડમેર – સાબરમતી સ્પેશિયલ બાડમેરથી દર રવિવારે 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.15 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 28 એપ્રિલ 2024થી 30 જૂન 2024 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, બાલોતરા અને બાયતુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટીયર, એસી 3 ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

  1. ટ્રેન નં. 04820/04819 સાબરમતી-બાડમેર (સાપ્તાહિક) સ્પેશ્યલ (20 ફેરા)

ટ્રેન નંબર 04820 સાબરમતી-બાડમેર સ્પેશિયલ દર મંગળવારે સાબરમતીથી 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.30 કલાકે બાડમેર પહોંચશે. આ ટ્રેન 23 એપ્રિલ 2024થી 25 જૂન 2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 04819 બાડમેર – સાબરમતી સ્પેશ્યલ બાડમેરથી દર મંગળવારે 13.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 23 એપ્રિલ 2024થી 25 જૂન 2024 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, બાલોતરા અને બાયતુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટીયર, એસી 3 ટીયર અને સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

  1. ટ્રેન નં. 09654/09653 બાંદ્રા ટર્મિનસ – અજમેર (સાપ્તાહિક) સ્પેશ્યલ (20 ફેરા)

ટ્રેન નંબર 09654 બાંદ્રા ટર્મિનસ – અજમેર સ્પેશ્યલ બાંદ્રા ટર્મિનસ થી દર રવિવારે 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.50 કલાકે અજમેર પહોંચશે. આ ટ્રેન 28 એપ્રિલ 2024થી 30 જૂન 2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નં. 09653 અજમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ અજમેરથી દર શનિવારે સવારે 17.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 એપ્રિલ 2024થી 29 જૂન 2024 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, જાવરા, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, વીજયનગર અને નસીરાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટીયર, એસી 3 ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button