આપણું ગુજરાતટોપ ન્યૂઝસુરત

Surat ના કીમ-કોસંબા ટ્રેક પરથી પેડલોક દૂર કરવામાં ખુદ રેલવે કર્મચારી જ સામેલ, પ્રમોશનની લાલચે ઘટનાને આપ્યો અંજામ

સુરત: ગુજરાતના સુરતના(Surat)કીમ-કોસંબા વચ્ચે મોટી રેલવે દુર્ઘટનાનું ષડયંત્ર નિષ્ફળ ગયા બાદ તપાસ એજન્સીઓ ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ આ ઘટનાને પ્રથમ જોનાર રેલવે કર્મીએ જ અંજામ આપ્યો હતો. રેલવે કર્મચારી સુભાષ પોદારે જ સતર્કતા બતાવીને પ્રમોશન મેળવવા માટે 71 પેડલોક દૂર કર્યા હતા. તેમજ પેટ્રોલિંગ દરમ્યાન સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદારે પોતે જ ઉપજાવી કાઢી હતી. આ ઉપરાંત તેણે પેટ્રોલિંગ દરમ્યાન ત્રણ અજાણ્યા વ્યક્તિની ચહલપહલ જોઈ હોવાની વાત પણ કરી હતી. વહેલી સવારે 5.20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા શખસોને જોતાં તેઓને બૂમો પાડતા તે નાસી છૂટ્યા હતા.

આ અંગે તપાસ કરી રહેલી એજન્સી એનઆઇએને સૌ પ્રથમ સુભાષ ઉપર શંકા ગઈ હતી. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટ પ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી. તેમજ ટ્રેક પરના 71 પેડ લોક કોઈ ટૂંક સમયમાં દૂર કરવા મુશ્કેલ હતા. આ ઘટનાની તપાસ હાલ એટીએસ અને એનઆઇએ સંયુક્ત રીતે કરી રહી છે.

71 પેડ લોક ખોલવામાં લગભગ બે કલાકનો સમય

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 71 પેડ લોક ખોલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે, આથી શંકા છે કે, પેડલોક એક પછી એક ખોલવામાં આવ્યા હશે અને આ ટ્રેનો તેમાંથી પસાર થઈ હશે. જ્યારે આ ષડયંત્રની સૌથી મહત્વની ફિશ પ્લેટ સવારે 5 થી 5.20 દરમિયાન બહાર કાઢીને ટ્રેક પર મુકવામાં આવી હશે.

બોલ્ટ અને સેફ્ટી પિન પાટા ઉપર મૂકી દીધા

સેફ્ટી પિન અને ફીશ પ્લેટને છૂટા કર્યા બાદ બોલ્ટ અને પિનને પાટા પર જ ગોઠવી દેવામાં આવ્યા હતા. જેથી કરીને પૂરપાટ ઝડપે દોડતી ટ્રેન આવે તો ટ્રેનના વ્હીલ સાથે ભટકાઇ ટ્રેન સીધી પાટા પરથી નીચે ઊતરી જાય. રેલકર્મીએ ઊતારેલા વીડિયામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બોલ્ટ અને સેફ્ટી પિન રેલવે ટ્રેક પર ગોઠવી દીધા છે.

કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી

ઉલ્લેખનીય છે કે, કીમ- કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ ઉપર શનિવારે વહેલી સવારે અપલાઈન ઉપર રેલવે ટ્રેકની પેડલોક અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 ERS અને બે જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. આ બનાવ અંગે કીમ સ્ટેશનના માસ્ટરને જાણ કરાતા તેમણે તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…