આપણું ગુજરાત

વડોદરામાં ઈ-બાઇક બનાવતી કંપનીમાં અને સીએમડીને ત્યાં દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરામાં ઈ-બાઈક બનાવતી એક જાણીતી કંપની પર આવકવેરા વિભાગના દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગની ટીમો દ્ધારા કંપનીના સીએમડી યતીન ગુપ્તેના નિવાસસ્થાન અને તેમની કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર મોટાપાયે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ કંપની સીએમડી યતીન ગુપ્તેના ભાયલી સ્થિત નિવાસસ્થાને સહિત આજવા સયાજીપુરામાં આવેલી કંપની, મકરપુરામાં આવેલી કંપની, વડસર અને હરિનગરમાં આવેલા હોસ્પિટલો સહિત અનેક સ્થાને આવકવેરા વિભાગે દરોડા પડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા સ્થિત કંપની
બેટરી સંચાલિત ટુવ્હીલર બનાવતી કંપની છે. જે ગરબા, મેરેથોન જેવી ઇવેન્ટસમાં સ્પોન્સર રહી છે. કંપનીના સીએમડી અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button