આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાની ગુજરાતમાં એન્ટ્રી, ઝાલોદમાં મોદી સરકાર પર કર્યા પ્રહાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારત જોડો ન્યાયયાત્રા રાજસ્થાનથી ગુજરાતના ધાવડિયા ચેકપોસ્ટથી ઝાલોદમાં પ્રવેશી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓ સભા સ્થળ પર પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ ઝાલોદમાં જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે અનેક મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. ઝાલોદમાં જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાતિ આધારિત જનગણના અને અદાણીને લઈ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ભારત જોડો ન્યાય યાત્રા 7 જિલ્લામાં ફરશે. જ્યારે 8 માર્ચે, દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા શરુ થશે.

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મુદ્દો ઉઠાવ્યો

રાહુલ ગાંધીએ અયોધ્યામાં રામ મંદિરને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણ કહ્યું કે, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ, પરંતુ તેમાં દેશના રાષ્ટ્રપતિ જોવા મળ્યા નહોતા. રાષ્ટ્રપતિ આદિવાસી છે એટલે તેમને મંદિરમાં અંદર જવા ન દીધા’. ખેડૂત, મજૂર, આદિવાસી અને ગરીબ કોઈ ઉત્સવમાં નથી દેખાતા. ઉદ્યોગપતિ, બોલીવુડ, ક્રિકેટર બધે દેખાય છે. ભારતના એરપોર્ટ, પોર્ટ, માઇનિંગ, પાવર જનરેશન, સોલર પાવર, વિન્ડ પાવર, જ્યાં જુઓ ત્યાં એક જ વ્યક્તિ દેખાશે.

પછાત વર્ગની અવગણના

ભારત જોડો ન્યાય યાત્રા લઇને ગુજરાત પહોંચેલા રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનમાં 50 ટકા પછાત વર્ગ છે. 8 ટકા આદિવાસી, 15 અનુસૂચિત જાતિના લોકો છે. 15 ટકા માઈનોરીટિ થઈ 99 ટકા આ લોકો છે. હિન્દુસ્તાનની સૌથી મોટી કંપનીના માલિકોના નામ જોશો તો 99 ટકા લોકો પૈકી એક નહીં હોય. અનુસૂચિત, પછાત લોકોની ભાગીદારી 100 માંથી 6 રૂપિયામાં છે. હિન્દુસ્તાનની સરકાર 100 રૂપિયા ખર્ચ કરે તો માત્ર 6 ટકા જ આ લોકોને મળે છે. દેશનું બજેટ 90 લોકો નક્કી કરીને વહેચે છે. બજેટ નક્કી કરનાર 90 લોકોમાંથી માત્ર 3 લોકો પછાત વર્ગના છે. બજેટ નક્કી કરનાર 90 લોકોમાંથી માત્ર એક આદિવાસી. ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. બજેટની યોગ્ય ફાળવણી માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. 2-3 ટકા લોકોને દેશનું ધન આપી દેવામાં આવી રહ્યું છે.

બેરોજગારી સૌથી મોટી સમસ્યા

ભારતમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. આ દેશમાં યુવાઓને રોજગારી મળતી જ નથી. પબ્લિક સેક્ટરનું આ સરકાર ખાનગીકરણ કરી રહી છે. ડ્રોન, હથિયારના કોંટ્રાક્ટ પણ માત્ર એક વ્યક્તિને અપાય છે. દેશમાં નફરત ફેલાવવાની રાજનીતિ થઈ રહી છે.

https://twitter.com/INCIndia/status/1765707950927028536?s=20

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button