આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી સાથે AAP ના ચૈતર વસવાની સવારી, યાત્રામાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓની હાજરી

ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) પાર્ટી INDIA ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra Gujarat) ચાલી રહી છે. 9 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ભરૂચ લોકસભાના નેત્રંગ ખાતે પહોંચ્યા હતા અને આજે 10 તારીખે ગુજરાતમાં છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધી આજે બારડોલી ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાન સ્વરાજ્ય આશ્રમની મુલાકાત કરશે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના (Chaitar Vasava) ધર્મપત્ની વર્ષાબેન અને શકુંતલાબેને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી અને ચૈતર વસાવાએ સાથે મળીને ભારત જોડો ન્યાય યાત્રાને આગળ વધારી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી, આર્થિક સર્વે મુદ્દે, સામાજિક સમાનતા, અગ્નિ વીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ ભાજપનું ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહી છે અને તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. 28 વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે તેમ છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં અને લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે. હાલ રાહુલ ગાંધીજીને ન્યાય યાત્રાના કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ લોકોનું સમર્થન જોઈને ચોક્કસપણે કહી શકીએ છીએ કે પરિવર્તનનો સમય આવી ગયો છે.

હાલ હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ઉમેદવાર છું. અને બંને પાર્ટી તરફથી મને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. આજે કોંગ્રેસના પ્રદેશના નેતાઓની સાથે સાથે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ રેલી પણ જોડાયા છે. ઇન્ડિયા એલાયન્સની સમગ્ર ટીમ સાથે મળીને આ લોકસભા ચૂંટણી લડશે અને આ સીટ જીતીને સ્વર્ગસ્થ અહેમદ પટેલના ચરણોમાં અર્પણ કરીશું.

આપને જણાવી દઈએ કે ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં દેખાયા હતા. રાહુલ ગાંધી સાથે કારમાં ચૈતર વસાવા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી સહિતના વરિષ્ઠ નેતાઓ દેખયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…