આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rahul Gandhi આજે ગુજરાતમાં, રાજકોટ અગ્નિ કાંડ, મોરબી બ્રિજ અને સુરત દુર્ઘટના પીડિતોને મળશે

અમદાવાદ: કોંગ્રેસ(Congress)નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)આજે ગુજરાતની (Gujarat)મુલાકાતે આવશે. તેઓ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાને મળશે. આ ઉપરાંત તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે કાર્યકરો અને નેતા સાથે સંવાદ કરશે. તેમજ કાર્યકરોને સંબોધન પણ કરશે. રાહુલ ગાંધીનો વિગતવાર કાર્યક્રમ આ મુજબ છે.

રાહુલ ગાંધીનો કાર્યક્રમ

બપોરે 1 કલાકે – કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક
બપોરે 1.30 કલાકે – કોંગ્રેસના કાર્યકરોને સંબોધન
બપોરે 2 વાગ્યે – કોંગ્રેસના નેતાઓના પરિવારજનોને મળશે
બપોરે 2.30 – રાજકોટ ગેમિંગ ઝોન પીડિતોના પરિવારોને મળશે
બપોરે 2.30 – મોરબી બ્રિજ અકસ્માતના ભોગ બનેલા લોકોને મળશે
બપોરે 2.30 કલાકે – સુરત આગ અકસ્માતના પીડિતોને મળશે.


| Also Read: Rathyatra 2024: જાણો અમદાવાદની જગન્નાથજી Rathyatra માં શું  છે Pahind Vidhiનું ધાર્મિક  મહત્વ


કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ

રાહુલ ગાંધીના ગુજરાત આવવા અંગે પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યુ કે રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થઈ છે. વાસનિકે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા કે અમારા કાર્યાલય પર હુમલો કરનારાની ફરિયાદ લેવાઈ છે અને અમારી નથી લેવાઈ રહી. કોંગ્રેસની ફરિયાદ ન લેવી એ બાબત જ સ્પષ્ટ કરે છે કે સત્તાપક્ષ સાથ આપી રહ્યો છે. સત્તાધારી દળ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.


| Also Read: અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૧૭૧ની અને ચાંદીમાં ₹ ૬૯૧ની આગેકૂચ


સમગ્ર રાજ્યના કાર્યકરોને 6 જુલાઈના રોજ અમદાવાદ આવવા અપીલ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલી અથડામણના કેસમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. ગોહિલે સમગ્ર રાજ્યના કાર્યકરોને 6 જુલાઈના રોજ અમદાવાદ આવવા અપીલ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button