આપણું ગુજરાત

સરકારી ગોડાઉનમાં સસ્તા અનાજના જથ્થા પર પાંચ હજાર સીસીટીવી કેમેરાનો પહેરો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોતાના તમામ ગોડાઉનો ખાતે ગેરરીતિ રોકવા માટે સીસીટીવીનો કડક જાપ્તો ગોઠવશે. નિગમ દ્વારા હાથ ધરાયેલ સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ ગોડાઉનોમાં ૫૯૫૩ જેટલા ઉચ્ચ કક્ષાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ બુલેટ, ડોમ, પીટીઝેડ તથા એએનપીઆર કેમેરાઓ ગોડાઉનોમાં લગાવાશે જેના વડે ગોડાઉનોની અંદર અને બહારની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. આ વ્યવસ્થા એટલી કડક હશે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ ગોડાઉનોમાં થઈ રહેલી દરેક કામગીરીને પોતાની કચેરીએ બેસી લાઇવ જોઈ શકશે. આ ઉપરાંત નિગમના વડામથક ખાતે એક કમાન્ડ એન્ડ કંટ્રોલ પણ
સ્થાપવામાં આવશે.

સઘન મોનિટરિંગ, જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં પારદર્શકતા લાવવા અને સમયમર્યાદામાં નિવારાત્મક તકેદારી પગલાઓ લેવા માટે નિગમના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા તેમજ જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ કંટ્રોલ સેન્ટકર સ્થાપવામાં આવશે. આ સીસીટીવી પ્રોજેક્ટના અમલીકરણ હેતુસર સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

સીસીટીવી પ્રોજેક્ટ અંતર્ગત નિગમના તમામ ગોડાઉનોમાં બુલેટ, ડોમ, પીટીઝેડ અને એએનપીઆર જેવા હાઈ ક્વોલિટીના કેમેરાઓ ગોઠવવામાં આવશે. તેમાં બુલેટ કેમેરા ગોડાઉનના બહારના કેમ્પસમાં લગાવવામાં આવશે. જેથી ગોડાઉનની બહારની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ સાથે જ ડોમ કેમેરા, ગોડાઉનની અંદર લગાવવામાં આવશે જેથી ગોડાઉનના અંદરની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. જ્યારે પીટીઝેડ કેમેરાની મદદથી રાત્રિના સમયમાં પણ ગોડાઉનનું મોનિટરિંગ કરી શકાશે. તેવી જ રીતે એએનપીઆર કેમેરા ખાસ કરીને વાહનોની નંબર પ્લેટની ઓળખ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ગોડાઉન ખાતે લગાવવામાં આવનાર કેમેરાનું મોનિટરિંગ કરવા નાયબ જિલ્લા મેનેજરની કચેરી, તેમજ જિલ્લા મેનેજરની કચેરી ખાતે વીડિયો વોલનું સેટઅપ પણ કરવામાં આવશે. આ સેટઅપ થકી તમામ ગોડાઉનમાં થઈ રહેલ કામગીરીનું એક સ્થાને રહી લાઈવ મોનિટરિંગ કરી શકાશે. આ સાથે જ વીડિયો વોલના મોનિટરિંગ માટે માનવબળ પણ પુરું પાડવામાં આવશે. જેની મદદથી મોનિટરિંગ સમયે કોઈ શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવતા તેના પર સક્રિયતાથી સમયસર કાર્યવાહી હાથ ધરી શકાશે. જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારુપણે અમલીકરણ થાય અને ગુજરાત રાજ્યના તમામ ગોડાઉનોનું મોનિટરિંગ થાય તે હેતુસર નિગમની વડી કચેરી સંકુલ ખાતે ગ્રાઉન્ડા ફ્લોર પર અધ્યતન સુવિધા સાથેનો કમાન્ડે એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

તેની મદદથી ગુજરાતના તમામ ગોડાઉનો ખાતેથી વિતરણ થઈ રહેલ અનાજનું લાઈવ મોનિટરિંગ કરી શકાશે. આ સીસીટીવી કેમેરાના મોનિટરિંગ અર્થે અલગથી માનવબળ આપવામાં આવશે જે ગોડાઉન ખાતેની ગતિવિધિઓ પર ૨૪ કલાક મોનિટરિંગ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો