Pushpa 2 Screening Delayed, Chaos in Vadodara

Pushpa 2: વડોદરામાં દર્શકોનો હોબાળો, જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન

Pushpa 2: અલ્લુ અર્જુનની (Allu Arjun) મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર (Pushpa 2) રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની રજૂઆત પહેલાં ગુજરાતમાં પણ વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. ગુજરાતમાં બે શહેરમાં પુષ્પા 2 ફિલ્મને લઈ હોબાળો થયો હતો.

વડોદરામાં શૉ મોડો શરૂ થતાં રિફંડની માંગણી

વડોદરના માંજલપુર ઇવા મોલમાં (PVR Eva mall vadodara) પ્રીમિયર શો 8.30 કલાકનો હતો. ફિલ્મ સમયસર શરૂ ન થતા દર્શકોએ હોબાળો કર્યો હતો. વડોદરા PVRમાં મોર્નિંગ શોમાં દર્શકોએ દેકારો કરતા પોલીસ બોલાવવી પડી હતી અને રિફંડની માંગણી કરવામાં આવી હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો 6 વાગ્યાનો શો જોવા માટે ઊંચા ભાવની ટિકિટ લઈને પહોંચ્યા હતા. સવારે 6 વાગ્યાનો શો બે કલાક મોડો શરૂ થતાં પ્રેક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા પ્રેક્ષકો થિયેટરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પ્રેક્ષકોની રજૂઆત સાંભળી હતી. પ્રેક્ષકોની રજૂઆત સાંભળ્યા બાદ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રેક્ષકોએ બે કલાક મોડા શરૂ થયેલા શોના કારણે રિફંડની માંગણી કરી હતી.


Also read: Pushpa 2 ના સ્ક્રીનિંગમાં અલ્લુ અર્જુનને જોઈ ફેન્સ થયા બેકાબૂ, ભાગદોડમાં 1નું મોત


જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ

જામનગરના ઠેબા ચોકડી નજીક આવેલ PVR સિનેમામાં ફિલ્મ પુષ્પા-2ને લઈ દર્શકોએ હોબાળો કર્યો હતો. મુવી શૉ ટેકનિકલ કારણોસર શરૂ ન થતા દર્શકોમાં રોષ જોવા મળ્યો હતો. સવારના 6:30 વાગ્યાનો શો ટેકનિકલ કારણોસર શરૂ ના થતા દર્શકો, સંચાલકો સામે ગુસ્સે ભરાયા હતા. PVR સિનેમામાં પુષ્પા-2ના પોસ્ટર ફાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ બનતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે વિલંબ બાદ શૉ શરૂ થતાં દર્શકો ખુશ થઈ ગયા હતા.

સંબંધિત લેખો

Back to top button