Purushottam Rupalaની એકિઝટ? આ નેતાને મળશે ટિકિટ?
અમદાવાદઃ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં હાલમાં ભાજપનો રંગ ફિક્કો પડી ગયો છે અને પક્ષના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે. પોતાના ભાષણમાં ક્ષત્રિય સમાજ વિશે અસ્વીકાર્ય નિવેદન આપ્યા બાદ રૂપાલાએ હાથ જોડીને માફી માગી છે, પરંતુ ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ કરવાની માગણી પર અડગ છે. બીજી બાજુ ક્ષત્રિયોની માફી માગતા સમયે રૂપાલાએ ફરી ભૂલ કરતા વાલ્મિકી સમાજ પણ નારાજ થયો છે. રોજ રોજ વધતા જતા વિરોધનો ધ્યાનમાં દિલ્હી ખાતે મોવડી મંડળે રૂપાલાની ઉમેદવારી રદ કરી મોહન કુંડારિયાને ટિકિટ આપવાનું નક્કી કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રૂપાલા તેમ જ રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હોવાની માહિતી મળી છે. જોકે રૂપાલાએ આ વાતને પાયાવિહોણી કહી છે અને દિલ્હી કેબિનેટના કામે ગયા હોવાનું કહ્યું છે, પરંતુ રાજકોટના ઉમેદવાર બદલવાનું લગભગ નક્કી થઈ ગયું હોવાનું કહેવાય છે.
પુરુષોત્તમ રુપાલાના નિવેદન પછી ભાજપનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસઃ સી આર પાટીલે કહી મોટી વાત
પક્ષ માટે આ અઘરો નિર્ણય છે કારણ કે રૂપાલા ઘણા વરિષ્ઠ અને મજબૂત નેતા છે. તેમની વાકછટ્ટા અને સંગંઠનશક્તિ પણ મજબૂત છે. રાજકોટ પક્ષ માટે સુરક્ષિત બેઠક જ છે, પણ ઉમેદવાર બદલાની જરૂર પડે તેવી નોબત આવી ગઈ તે ભાજપ માટે અઘરું છે.
ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ પુરુષોત્તમ રૂપાલા ઉપર હુમલાની આશંકા?
દરિમયાન ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ જણા્વયું હતું કે રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવે સમાજ તેને વધાવશે. મોહન કુંડારિયા સાફ છબિ ધરાવતા નેતા છે અને તેમની માટે ક્ષત્રિય સમાજ પ્રચાર પણ કરશે.
હવે જોવાનું એ છે કે પક્ષ આખરી નિર્ણય શું લે છે.