આપણું ગુજરાત

ગુજરાતનાં મહીસાગરમાં શિક્ષકને તાલિબાની સજા -કારણ પણ જાણી જ લો !

મહીસાગર જિલ્લામાં 56 વર્ષના આધેડ શિક્ષકને તેનાથી અડધી ઉમરની નર્શ મહિલા સાથે લગ્નેતર સંબંધ રાખવો ભારે પડ્યો છે મહિલાના બે ભાઈ અને પિતાએ શિક્ષકને દોરડાથી બાંધી ઢોર માર મારી આધેડ શિક્ષકને તેનાજ ગામ હિદોલિયામાં તેના ઘર પાસે કેકી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ શિક્ષકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી શુરૂકરી છે

લુણાવાડા તાલુકાના રામપુર પાદેડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિન્દોલીયા ગામના માછી ફળિયામાં રહેતા ધુળાભાઈ રામાભાઈ માછી પોતાની વેગેનાર ગાડીમાં વર્ષાબેન તથા તેની બહેનપણી સાથે ફોન દ્વારા વાતચીત કરી ગોધર ઉત્તર ગામે વર્ષાબેનની બીજી બહેનપણીના ઘરે લગ્નમાં મુકવા માટે જતા હતા તે વખતે ગોધર ઉત્તર ગામની સિમમાં પસાર થતા રોડના વળાંકમાં વર્ષાબેનના ભાઈઓ અશોક બારિયા, વિનોદ બારીયાએ ક્રેટા ગાડીમાં આવી ગાડી ઉભી રખાવી શિક્ષક ધુળાભાઈ માછીને વિનોદ બારિયાએ લોખંડની ટાંમી માથામાં તથા ખંભાના ભાગે મારી ઈજા કરી હતી તથા અશોક બારિયાએ પણ શિક્ષક ધુળાભાઈ માછીને તથા વર્ષાબેનને મુક્કા માર્યા હતા. ત્યાંથી વર્ષાના ભાઈઓ શિક્ષક ધુળાભાઈ માછીને તેમજ વર્ષાબેનને ક્રેટા ગાડીમાં બેસાડી માર મારતા મારતા હિન્દોલીયા ગામે તેમના ઘરે લાવી હાથ પગ બાંધી ઘર પાસે ખુલ્લી જગ્યામાં રાખી ‘ તુ વર્ષાની સાથે કેમ આડા સબંધો રાખે છે ? અને વર્ષાબેનને ક્યા લઈને ગયેલ હતો તેમ કહી વર્ષાબેનના પિતા કાંન્તિભાઈ બારીયાએ લોખંડની કાંસ જમણા પગે મારી ઈજા કરી વર્ષાબેનના માતા કાશીબેન બારીયાએ તેના હાથમાંની લાકડીથી શિક્ષક ધુળાભાઈ માછીને બરડાના ભાગે માર માર્યો હતો.

ધુળાભાઈ માછીને બેરહેમીથી માર મારતા તેણે બુમાબુમ કરતા આજુબાજુના ફળિયાના માણસો ભેગા થઈ ગયા હતા અને થોડીવારમાં શિક્ષક ધુળાભાઈ માછીના બહેન બનેવી આવી ગયા હતા અને ધુળાભાઈ માછીને વધુ મારમાંથી બચાવ્યો હતો સમગ્ર બનાવની જાણ થતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી અને હાથ પગે બાંધેલ દોરડુ છોડાવી ખાનગી વાહનમાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલ હતા અને ત્યાંથી દવા સારવાર કરાવી વધારે ઈજા હોવાથી ગોધરા અને ત્યાર બાદ બરોડા રીફર કરતાં હાલમાં સારવાર હેઠળ છે. બનાવ બાદ વર્ષાબેનને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી.

બનાવ બાબતે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની કોશીશ અને મહીસાગર જિલ્લા મેજીટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે લુણાવાડા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે. પોલીસે આરોપીઓ અશોકભાઈ કાંતિભાઈ બારિયા, અને વિનોદભાઈ કાંન્તિભાઈ બારીયા ઉપરાંત કાંન્તિભાઈ રત્નાભાઈ બારીયા સાથે એક મહિલા કાશીબેન કાતિભાઈ બારીયા વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker