SoU: એકતા પરેડમાં ફરજ બજાવતાં પીએસઆઈનું હાર્ટએટેકથી મોત, દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ
Ekta Nagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત (PM Modi Gujarat Visit) પ્રવાસે છે. સરદાર પટેલની જન્મ જયંતિને (Sardar Patel Jayanti) નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે એકતા પરેડ (Ekta Parade) યોજાઈ હતી. જેમાં સુરત ગ્રામ્યમાં (Surat rural) ફરજ બજાવતાં પીએસઆઈ (PSI) સનભાઈ વસાવા ફરજ પર હતા ત્યારે તેમને હાર્ટએટેક (heart attack) આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
દેડીયાપાડાના વતની હતા
પીએસઆઈ વસાવા દેડીયાપાડાના વતની હતા અને છેલ્લા બે દિવસથી એકતા પરેડને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતાં હતા. ઉજવણી પૂર્ણ થયા બાદ પીએસઆઈને આવેલો હાર્ટએટેક તેમના માટે જીવલેણ બન્યો હતો. દિવાળીના દિવસે જ પીએસઆઈનું મોત થતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા. તેમજ સાથી પોલીસકર્મીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.