આપણું ગુજરાત

સુરતમાં કેસ ન નોંધવા માટે પીએસઆઇએ માંગી 1 લાખની લાંચ અને ફૂટી ગયો ભાંડો….

સુરત: સરકારી કામ કરાવવા માટે લાંચ જાણે ફરજિયાત બની ગઇ હોય અને રગેરગમાં જાણે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો હોય તેમ સરકારી અધિકારી દ્વારા લાંચ લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ ફરી એકવાર સુરતમાં એક પીએસઆઇએ કેસ નહીં નોંધવાની શરતે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી પરતું અંતે એક લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું હતું. જો કે અંતે એન્ટિ કરપ્શન બ્યૂરોએ પોલીસ અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનની ગોપીપુરા પોલીસ ચોકી ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા લલિતકુમાર મોહનલાલ પુરોહિતને એસીબીએ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. જો કે આ મામલે તેણે પહેલા ત્રણ લાખની લાંચની રકમ માંગી હતી પરંતુ અંતે એક લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. તેમણે લાંચ લઈને કેસ નહી કરવાની શરત રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં ફાટી નીકળી આગ, એકનું મોત, પાંચ ઈજાગ્રસ્ત

સુરતમાં ગોપી પુરા પોલીસ ચોકીના પીએસઆઇને લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો છે. આ કામ બનાસકાંઠા એસીબીની ટીમે પાર પાડ્યું હતું. ફરિયાદી દ્વારા પીએસઆઇ વિરુદ્ધ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે આરોપી PSI એ રૂપિયા 3 લાખની માંગણી કરી હતી. જે મામલે ફરિયાદી અને આરોપી વચ્ચે રકઝકના અંતે રૂપિયા 1 લાખ આપવાનું નક્કી થયું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય જેથી તેને બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button