આપણું ગુજરાત

આપના ધારાસભ્ય વસાવા સામે પોલીસ ફરિયાદથી આદિવાસી બેલ્ટમાં વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની એકતરફી જાહેરાત કરીને વિવાદ ઊભો કરનારા રાજ્યના આદિવાસી વિસ્તારના એક માત્ર આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે બે વનકર્મીઓને ધમકાવવા સહિતના આરોપ સાથે તાજેતરમાં ફરિયાદ નોંધતા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યા છે. વસાવા સામેની પોલીસ ફરિયાદને પગલે રાજપિપળા બંધનું એલાન આપીને સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લાના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં ગત ૨૯મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ વન વિભાગના વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણની સાથે જંગલની જમીનમાં ખેડાણ દૂર કરવામાં આવ્યું હતું.

જંગલની જમીન પર ખેતીને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા હટાવવામાં આવી હતી. આ બાબતે ખેડૂતોનું ઉપરાણું લઈને દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવી ધમકાવ્યા હતા. ૩૦મી ઓક્ટોબરના સાંજે કર્મચારીઓ ધારાસભ્યના ઘરે પહોંચ્યા ત્યારે તેમની ચૈતર વસાવાની સાથે બોલાચાલી થઇ હતી. ધારાસભ્યએ તેમની સાથે મારપીટ કરીને ધમકાવ્યા હોવાના આક્ષેપ થયા છે. એ સાથે જ ખેડૂતોને પૈસા આપવા માટે જણાવ્યું અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે. આ ઉપરાંત ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…