રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણાં અને વિરોધ..
આજરોજ રાજકોટ ખાતે સતત બીજા દિવસે આંગણવાડી, આશા વર્કર બહેનો આંદોલન કરી રહ્યા છે. આ અગાઉ પણ સરકારમાં તેમની માગણી રજૂ કરી છે અને આંદોલનો પણ કર્યા છે પરંતુ જે તે સમયે આશ્વાસન આપી અને આંદોલન સમેટાવી લીધું હતું બહેનોના કહેવા પ્રમાણે માત્ર આશ્વાસન આપે જે પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી આ વખતે જો અમારી માગણીઓ પૂરી નહીં થાય તો આગામી લોકસભાના ઇલેક્શનનો બહિષ્કાર પણ થઈ શકે તેવી ચીમકી બહેનોએ ઉચ્ચારી હતી.
માગણીયો મુજબ,
1) કર્મચારીઓ માનદ નહી યોગ્ય પગાર ધોરણ ની કરી માંગણી.
2) રજીસ્ટર અને મોબાઈલ બંનેમાં કામગીરી માગતી સરકારને વિનંતી કે જો સ્માર્ટ વર્ક કરાવું છે તો રજીસ્ટર બંધ કરાવો.
3) સારા મોબાઈલ આપો.
4) બાકી રહેતી ચૂકવવા પાત્ર રકમનું તાત્કાલિક પેમેન્ટ કરો.
5) સુપ્રીમ કોર્ટે જણાવ્યા મુજબ તાત્કાલિક ગ્રેજ્યુએટી ની રકમ ચૂકવો. આ તકે “અમારી માંગણી પુરી કરો નહી તો ખુરસી ખાલી કરો નાં લાગ્યા નારા..”
6) હાલ જ્યારે ઘણા ખરા સંગઠનો આંદોલનના માર્ગે છે ત્યારે સરકારના પેટનું પાણી હલતું નથી જે એક આશ્ચર્ય જનક બાબત છે.