લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં 35 IPSની બઢતી-બદલીના આદેશ

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે 35 IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આજે 74 દિવસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમરને મૂકવામાં આવ્યા છે. કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા છે.
હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. બદલી અનુસાર અનુપમ સિંહ ગેહલોત(સુરતના નવા પોલીસ કમિશનર), નરસિમ્હા કોમર (વડોદરાના નવા પોલીસ કમિશનર), તરૂણ દુગ્ગલ (મહેસાણાના નવા SP), ઓમ પ્રકાશ જાટ (અમદાવાદ ગ્રામ્ય SP), જે.આર. મોથલિયા(અમદાવાદ રેન્જ IG), પ્રેમવીર સિંહ (સુરત રેન્જ IG)ચિરાગ કોરડિયા(કચ્છ બોર્ડર રેન્જ IG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.