આપણું ગુજરાત

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૫૩૮ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન

હંગામી ધોરણે શરતોને આધીન પ્રમોશન અપાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે બુધવારે ૫૩૮ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન આપ્યું હતું. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે.

હવે આ તમામ ૫૩૮ બિનહથિયારી એએસઆઈ અધિકારીઓને પીએસઆઈ પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે, જેઓ અલગ અલગ જગ્યાએ પીએસઆઈ તરીકે ફરજ બજાવશે.

ગુજરાત પોલીસતંત્રમાં બિનહથિયાર એએસઆઈમાં બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વર્ગ -૩ની ખાલી જગ્યાઓ ખાતાકિય બઢતીથી ભરવાની બાબતને સરકારે લીલીઝંડી આપી છે. સરકારે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ખાતાકીય બઢતીથી ભરવા વિભાગના તારીખ ૨૪-૦૮-૨૦૨૩ના સરખા ક્રમાંકના પત્રથી આપેલ મંજૂરી અન્વયે ફેર વિચારણા કરવા અત્રે દરખાસ્ત કરેલ જે બાબતે સરકાર કક્ષાએ વિચારણા હાથધરી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩ની ૫૩૮ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવાની નીચેની શરતોને આધિન મંજૂરી આપવામાં આવે છે.

આ આદેશને પગલે ગુજરાતને નવા ૫૩૮ પીએસઆઈ મળશે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે અસરકારક બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button