આપણું ગુજરાતનર્મદા

સરકારે સ્વીકારી ક્ષત્રિય સમાજની માંગ: કેવડીયામાં બનશે 562 રાજવીઓનું મ્યુઝિયમ…

નર્મદાઃ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બન્યા બાદ આ જ સ્થળે અખંડ રાષ્ટ્રના એકીકરણ માટે પ્રદાન આપનારા દેશી રાજવીઓનું મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી છેલ્લા ઘણા વર્ષોથી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવતી હતી. આ માંગને કેંદ્ર સરકારે સ્વીકારી લીધી છે. હવે કેવડિયામાં 562 રજવાડાઓનું 260 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે. વડાપ્રધાન મોદી આ મ્યુઝિયમનું લોકાર્પણ કરી શકે છે.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે અફવા ફેલાવનાર સામે એફઆઈઆર દાખલ

હવે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક દેશી રજવાડાઓને સમર્પિત એક મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. અંદાજે 260 કરોડના ખર્ચથી આકાર લેનારા મ્યુઝિયમનું 31મી ઓક્ટોબરે સરદાર જયંતી ‘એકતા દિવસ’એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવી શકે છે. ભારતની આઝાદી સમયે 562 દેશી રજવાડાઓના ત્યાગની થીમ પરનું મ્યુઝિયમ બે વર્ષમાં તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : ભાવનગર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા સરકારી કારમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યા!

562 રજવાડાઓનું બનશે મ્યુઝિયમ

નર્મદાના કેવડિયામાં જ્યારથી સરદાર વલ્લભભાઈની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી ત્યારથી જ ક્ષત્રિય સમાજ દ્વારા સરકાર સામે દેશી રાજવીઓનું પણ મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો કે સાકર દ્વારા આ માંગ પર કોઇ જ હકારાત્મક પ્રતિક્રિયા આપી ન હતી, જો કે હવે આ માંગનો સ્વીકાર થયો છે.

આ પણ વાંચો : Statues of unity સંકુલના ઝૂલોજિકલ પાર્કમાં 2 વર્ષમાં 38 વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓના મોત

ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે સરદાર પટેલે રજવાડા એકત્ર કર્યા તે રજવાડાઓનું મ્યુઝિયમ પણ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે બનવું જોઈએ, જેથી દેશના એકીકરણમાં જે ભૂમિકા સરદાર પટેલની છે તેની પાછળ રાજવીઓના ત્યાગની પણ ઝાંખી જોવા મળે. મ્યુઝિયમ માટે કમિટી 2021 રાજ્ય સરકરે કમિટી બનાવી હતી. કમિટી દ્વારા અલગ અલગ રાજ્યોની મુલાકાત લઈ પૂર્વ રાજ પરિવારોના સૂચન લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : weather: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી દેખાતું, આ છે કારણ

કેવડિયામાં પાંચ એકરમાં બનશે મ્યુઝિયમ

કેવડિયામાં પાંચ એકર જમીન પર આ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. દિલ્હી, વડોદરા, રાજકોટ તેમજ અન્ય રાજયના રાજવી પરિવારોએ જે આ સંદર્ભે બનાવવામાં આવેલી કમિટી સાથે મુલાકાત પણ કરી હતી અને ચર્ચા પણ થઈ હતી. ક્ષત્રિય સમાજની માંગ અનુસાર મ્યુઝિયમ બનાવવામા આવશે. બે વર્ષની અંદર આ મ્યુઝિયમ તૈયાર કરી દેવામાં આવશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker