આપણું ગુજરાત

દ્વારકાના દરિયામાં વડા પ્રધાનનું સ્કૂબા ડાઈવિંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. તેઓ દ્વારકાધીશના દર્શન કરીને પંચકુઈ વિસ્તાર આવ્યા હતા.

સ્કૂબા ડાઈવિંગ દરમિયાન વડા પ્રધાન મોદી દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા. આ માટે દ્વારકાના પંચકૂબી બીચ વિસ્તારમાં તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. આ ઉપરાંત નેવીના જવાનો દ્વારા સંગત નારાયણ મંદિર નજીક દરિયામાં સતત સ્કૂબા ડાઈવ કરવામાં આવી હતી. વડા પ્રધાન માટે દરિયાકાંઠે ટેન્ટ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. સુદામા બ્રિજ નજીક આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ માટે ત્રણ કલાકનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી હતી. નેવીની ટીમે સતત પેટ્રોલિંગ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ચાર જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પર ગયા હતા જ્યાં પણ તેમણે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button