અમદાવાદમાં ૯મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ ૧૦મી જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થવાનો છે તે પૂર્વે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯મી જાન્યુઆરીએ અમદાવાદ આવી પહોંચશે. તેમ જ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો યોજાશે. તેમની સાથે યુએઇના પ્રેસિડેન્ટ પણ રોડ-શોમાં ઉપસ્થિત રહેશે.
વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ વડા પ્રધાન મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ રોડ-શો બાદ બન્ને દેશના વડા ગાંધીનગર જશે તથા ટ્રેડ શોમાં પણ વડા પ્રધાન સાથે યુએઇ પ્રેસિડેન્ટ હાજર રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન ભારત-યુએઇ સંબંધો મજબૂત થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯ જાન્યુઆરીએ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. વડા પ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપીને તેમની મુલાકાત દરમિયાન બીજા દિવસે સમિટની ૧૦મી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી સમિટ ૨૦૧૯માં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના કરીને આ સમિટની શરૂઆત કરી હતી. આ વખતની સમિટ માટે વિના ૩૫ દેશો ભાગીદાર બન્યા છે અને ૧૪ સંસ્થાઓ સહયોગી બની છે. ઉ