આપણું ગુજરાત

વડા પ્રધાન મોદી ૧૦મી જાન્યુ.એ ગાંધીનગરમાં વૈશ્ર્વિક કંપનીના લીડરો સાથે મુલાકાત કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્યમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૨૪ના પ્રથામ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ’ના વૈશ્ર્વિક કંપનીઓના લીડરો સાથે વાતચીત કરશે, જેમાં દરેક પ્રતિનિધિ તેમના ભાવિ પ્રોજેક્ટ માટે સંક્ષિપ્તમાં પ્રોસ્પેક્ટસ શેર કરશે.
ગિફ્ટ સિટી ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રૂપ સીઇઓ તપન રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સહયોગથી ગિફ્ટ સિટી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ‘ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ’ અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ‘ગિફ્ટ સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર એક સેમિનારનું આયોજન કરી રહ્યું છે. આ બંને કાર્યક્રમો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ દરમિયાન યોજાશે, જેમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ ગિફ્ટ સિટી ક્લબ ખાતે અને ગિફ્ટ સિટી પર સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્ય ક્ધવેન્શન હોલમાં યોજાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્ર્વિક કંપનીઓના લીડરો સાથે વાતચીત કરશે, જેમાં દરેક પ્રતિનિધિ તેમના ભાવિ પ્રોજેક્ટ માટે સંક્ષિપ્તમાં પ્રોસ્પેક્ટસ શેર કરશે. ગૂગલ,આઇબીએમ, એક્સેન્ચ્યોર, એનવાયએસઇ ગ્રૂપ, એમેઝોન પે, એનએએસડીએક્યૂ, સ્ટોનેક્સ, વેલ્સફાર્ગો અને સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ સહિતની જાણીતી કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હિસ્સો લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૧મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આયોજિત ’ગિફ્ટ સિટી- એન ઇન્સ્પિરેશન ઑફ મોર્ડન ઇન્ડિયા’ સેમિનારને ઉદ્ઘાટન સત્ર અને પેનલ સત્રોમાં વિભાજિત કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકારનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, ગુજરાત સરકારના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇ, ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયા અને આઇએફએસસીએના ચેરમેન કે. રાજારમન સંબોધન કરશે એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્ય સંબોધન બાદ, ત્રણ પેનલ ચર્ચાઓ યોજાશે. જેમ જેમ ભારત વૈશ્ર્વિક મંચ પર ફાઇનાન્શિયલ પ્રોમિનન્સ (નાણાકીય અગ્રેસરતા)ના માર્ગે આગળ વધી રહ્યું છે, તેમ ગિફ્ટ સિટી ભારતને વૈશ્વિક ફાઇનાન્સના નકશા પર પ્રદર્શિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવીને વૈશ્ર્વિક નાણાકીય બજારોમાં ભારતને વધુ સુલભ બનાવશે.
સાંગલેએ વધુમાં કહ્યું હતું કે, આ ઇવેન્ટને ત્રણ સત્રમાં વિભાજિત કરવામાં આવશે. ભારત અને ગુજરાતમાં એમએસએમઇ ઇકોસિસ્ટમ પર ગુજરાત સરકાર અને વિકસિત ભારત એટ ૨૦૪૭ના એજન્ડામાં એમએસએમઇની ભૂમિકા અંગે સંબોધન થશે. મુખ્ય સંબોધન પછી બે પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ’ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ ટેક એડોપ્શન’ (ટેક્નોલોજીને અપનાવીને વિકાસનું સંચાલન)પરની પેનલ ચર્ચામાં એમએસએમઇને બહેતર બનાવવા માટે ઇનોવેશન અને ડિજિટાઇઝેશનના વિષય પર ચર્ચા કરવામાં આવશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?