આ તારીખે વડા પ્રધાન મોદી આવશે ગુજરાતઃ જાણો વિગતો

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી આગામી 7મી અને 8મી માર્ચે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન પોતાની બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતને અમુક પ્રોજેક્ટ્સની ભેટ આપે તેવી સંભાવના પણ છે.
મોદી પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના અમુક પ્રોજેક્ટની જાહેરાત કરે તેવી સંભાવના છે. 8મી માર્ચે મહિલા દિવસ હોવાથી મોદી મહિલાઓ સંદર્ભે પણ કોઈ જાહેરાત કરે તેવી સંભાવના છે. ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત કંઈક મોટી જાહેરાત થવાની સંભાવના છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં યોજાનાર સેમિકન્ડક્ટર વિશેની બે દિવસીય સેમિનારમાં પણ મોદી ભાગ લેશે.
આ પહેલા એટલે કે આવતીકાલે વડા પ્રધાન મોદી ગુજરાતમાં ઊભી થનારી સંસ્થા સ્કૂલ ઓફ અલ્ટિમેટ લિડરશિપ અંગેના કોન્ક્લેવનું દિલ્હી ખાતે ઉદ્ઘાટન કરશે. ભવિષ્યમાં રાજકીય નેતાગીરી મજબૂત બને તે માટે અહીં રાજનીતિના પાઠ ભણાવવામાં આવશે.
આ પણ વાંચો…Gujarat Budget: ખેડૂતો અને પશુપાલકો માટે ગુજરાત બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદા?
દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા યશ અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા માટે પક્ષના નેતાઓ સાથે પણ મુલાકાતો યોજાય તેવી સંભાવના છે.