PM Modi in Gujarat: વડા પ્રધાને ચોથી RE-INVESTગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યુ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ (PM Modi in Gujarat) છે. આજેવડા પ્રધાને સૌપ્રથમ વાવોલમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યાર બાદમાં 10:30 વાગ્યે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યુ હતું. દરમિયાન અહીં વડાપ્રધાને પ્રદર્શની નિહાળી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શાલ ઓઢાડી વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું.
રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યુ:
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં વડા પ્રધાન મોદીએ ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ્સ એનર્જી (MNRE) દ્વારા આયોજિત ચોથી રી-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમ આજથી 18મી સપ્ટેમ્બર 2024 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. ભારતના કેન્દ્રીય ઊર્જા પ્રધાન પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજર રહ્યા હતાં.
140 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે:
દરમિયાન આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B મિટિંગ્સ યોજાશે, જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ કાર્યક્રમ ભારત અને વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એકસાથે લાવશે.
Also Read –