આપણું ગુજરાત

વડા પ્રધાનની ૧૭મીએ સુરતમાં આગમનને લઇને તડામાર તૈયારીઓ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્દઘાટન અને હીરા ઉદ્યોગના વેપારનું સૌથી મોટા મથક ડાયમંડ બુર્સને વિધિવત શરૂ કરાવશે. વિસ્તરણ કરાયેલા નવા એરપોર્ટ ટર્મિનલને અનેક સુવિધાઓથી સજજ કરવામાં આવ્યું છે. ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક પણ કરાયું છે, નવા ટર્મિનલમાં ૧૮૦૦ પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા ફાળવવામાં આવી છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના પ્રવાસીઓ માટે બે એક્ઝિક્યુટિવ લોન્જ બનાવવામાં આવી છે. નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. સુરતીલાલાઓને નવા ટર્મિનલની ભેટ તા.૧૭મી ડિસેમ્બરે મળશે. રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર આગામી લોકસભાની ચૂંટણી પહેલાની વડા પ્રધાન મોદીની સુરતની આ વ્યૂહાત્મક મુલાકાત હશે. વડા પ્રધાન તેમની સુરતની વિઝિટ દરમિયાન પક્ષના સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક પણ યોજશે. અલબત્ત, વડા પ્રધાન એક જ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જોકે, દિવસ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ડાયમંડ બૂર્સનું ઉદ્દઘાટન તો સિમ્બોલિક ગણાવાય છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજ્યના ટોચના પાટીદાર સમાજના મહારથીઓને પણ આ કાર્યક્રમની સાથે આગામી લોકસભાની ચૂંટણી માટેના સૂચક સંદેશો આપવાનો પણ આ મોકો હશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અગાઉ સુરતના પ્રતિનિધિમંડળને સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની એમ બે કનેક્ટિવિટી મળે તેવી બાંયધરી આપી ચૂક્યા છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?