ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટેની તૈયારી ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી પંચે પણ શરૂ કરી દીધી છે. રાજયભરમાં મંગળવારથી ઇવીએમ અને વીવીપેટનુ ફર્સ્ટ લેવલનું ચેકિગ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે. ઇવીએમ એને વીવીપેટની ચકાસણી માટે ચૂંટણી પંચ દ્વારા મોકલેલા ઇવીએમ બનાવતી ભારત સરકારની કંપની ભેલના 40 જેટલા એન્જિનિયરો ગુજરાત આવી પહોંચ્યા છે. આ કામગીરીમાં એન્જિનિયરોની સાથે કામ કરવાની જવાબદારી કલેક્ટર, મામલતદાર, નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને સોંપવામાં આવી છે. તેમ જ ચકાસણીનું સીધુ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
