Hurry up: આ ત્રણ કંપની આપી રહી છે પ્રિ-પેઈડ પ્લાન સાથે Netflix ફ્રી…

અમદાવાદઃ મોબાઈલ ફોન માત્ર ટીવી નહીં હાથમાં હરતુફરતું થિયેટર બની ગયું છે. ઘણી સારી ફિલ્મો અને વેબ સિરિઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. OTT પ્લેટફોર્મમાં Netflixનું નામ આગળ પડતું છે ત્યારે તમને જો કોઈ કંપની આનું સબસ્ક્રીપ્શન ફ્રી આપે તો…તો જાણી લો એક નહીં ત્રણ ત્રણ કંપની છે જે પોતાના પ્રિ-પ્રેડ પ્લાન સાથે તમને નેટફ્લિકસનું સબસ્ક્રીપ્શન ફ્રી આપે છે.
Reliance Jio, Airtel અને Vodafone Idea (Vi) પાસે આવા ઘણા પ્લાન છે જેમાં Netflixનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.
Netflix તેના પ્રીમિયમ કન્ટેન્ટ માટે વિશ્વભરમાં જાણીતું છે. નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન, સૌથી મોંઘા OTT પ્લેટફોર્મમાંનું એક, હવે ઘણી યોજનાઓમાં મફતમાં ઓફર કરવામાં આવી રહ્યું છે. દેશની ત્રણેય ટેલિકોમ કંપનીઓ પાસે ઓછામાં ઓછા 1 આવા પ્લાન છે જેમાં નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન મફતમાં ઉપલબ્ધ છે.
જાણો અંબાણીનું જીયો શું ઓફર કરે છે?
રિલાયન્સ જિયોના 1,299 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. અને આ પેકમાં કુલ 168 જીબી ડેટા ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે 3 જુલાઈ, 2024ના રોજ ટેરિફમાં વધારા પહેલા તેની કિંમત 1099 રૂપિયા હતી.
Jioના 1799 રૂપિયાના Jio પ્લાનમાં દરરોજ 3 GB ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. રિચાર્જમાં કુલ 252 જીબી ડેટા મળે છે. ટેરિફ મોંઘા થતા પહેલા આ પ્લાન 1499 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ હતો. Jioના આ બંને પ્લાનમાં અમર્યાદિત વૉઇસ કૉલ્સ, દરરોજ 100 SMS અને અમર્યાદિત 5G ડેટા ઉપલબ્ધ છે. બન્નેમાં નેટફ્લિક્સ ફ્રી છે.
શું છે વૉડાફોન-આઈડિયાની ઑફર?
આ રૂ 1198 Vi પ્લાનની વેલિડિટી 70 દિવસની છે. આ પ્લાનમાં દૈનિક 2 જીબી ડેટા અનુસાર કુલ 140 જીબી ડેટા ઉપલબ્ધ છે. આ રિચાર્જ Jioના એન્ટ્રી-લેવલ પ્લાન કરતા 101 રૂપિયા સસ્તું છે.
બીજી ઓફરમાં 1599 રૂપિયાના પ્લાનની કુલ વેલિડિટી 84 દિવસની છે. આ રિચાર્જ પેકમાં દરરોજ 2.5 જીબી ડેટા મળે છે અને આ પ્લાનમાં કુલ 210 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન Jioના 1799 રૂપિયાના પ્લાન કરતાં 200 રૂપિયા સસ્તો છે.
Viના આ બંને પ્લાનમાં ગ્રાહકોને દરરોજ અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 100 SMS મળે છે અને સાથે નેટફ્લિક્સ તો ખરું જ
ભારતી એરટેલનો માત્ર એક જ પ્રીપેડ પ્લાન છે જેમાં ગ્રાહકોને નેટફ્લિક્સનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. એરટેલના રૂ. 1798ના પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં ગ્રાહકો કુલ 252 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ રિચાર્જ પેકમાં અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને 100 SMSની સુવિધા ઉપલબ્ધ છે.