ગોધરાના કોમન પ્લોટમાંથી મળ્યાં નવજાત જોડિયા બાળક, સ્થાનિકોમાં રોષની લાગણી
ગોધરા: પંચમહાલના ગોધરામાં અધૂરા માસે જન્મેલા બે નવજાત બાળકોને ફેંકી જ્ઞાની ઘટના બની છે, જેને લઈને ચકચાર મચી ગઈ છે. ગોધરાના ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા બે જોડિયાં શિશુ મળી આવ્યાની ઘટના બની છે. સ્થાનિકો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અધૂરા માસે જન્મેલાં બંને બાળકો પર કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોએ જોઈને ચોંકી ઉઠયા:
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ડબગરવાસ ખાતે વહેલી સવારે કોઈ નિર્દય હૃદયની માતા બે જોડિયા નવજાત બાળકોને એક કોમન પ્લોટમાં ફેંકીને ચાલી ગઇ હતી. સવાર પડતાં રસ્તા ઉપર અવરજવર શરૂ થઈ હતી અને ત્યાંના સ્થાનિક લોકોની નજર પડતા રોડની આગળ કોમન પ્લોટમાં બે બાળકોને કોઈ ફેંકી ગયાની જાણ થઈ હતી. ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક બન્ને જોડિયાં નવજાત બાળકોને સલામત સ્થળે મૂકી પોલીસને જણ કરી હતી. સ્થાનિક પોલીસે બન્ને જોડિયાં બાળકોનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોને લઈ જવામાં આવ્યાં છે.
સ્થનિકોમાં ફેલાઈ રોષની લાગણી
બે અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ફેંકી દીધાની ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળાંઓ ઉમટી પડ્યા હતા. અધૂરા માસે જન્મેલા બે નવજાત શિશુને આ રીતે ફેંકી જતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
પોલીસે હાથ ધરી તપાસ:
કોમન પ્લોટમાં અધૂરા માસે જન્મેલાં બે નવજાત શિશુને ફેંકી જવાની ઘટનાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ ઉપર આવી નવજાત શિશુને કબજે કરી નવજાત શિશુ કોણ ફેંકી ગયું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.