આપણું ગુજરાત

ગર્ભવતી પત્ની તેની લેસ્બિયન મિત્ર સાથે ગઈ રહેવા, હાઈકોર્ટે ફગાવી પતિની હેબિયસ કૉર્પસ અરજી

અમદાવાદઃ તાજેતરમાં સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની બાળપણની બહેનપણી સાથે જતી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતી હેબિયર્સ કોર્પસ અરજી પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા પીઆઈ, લાપતા પત્નીની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી હતી. ત્યાર બાદ પરિણીતાએ પતિ પાસે પાછા ન જવાનો નિર્ણય લીધા પછી “લેસ્બિયન” મિત્ર પાસેથી સગર્ભા પત્નીની કસ્ટડી માંગતી પતિની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

ગુજરાત હાઇકોર્ટે પતિની અરજી પર પત્નીને કોર્ટમાં ઉપસ્થિત કરવા પોલીસને આદેશ આપ્યો હતો. આ અરજીની સુનાવણી જજની ચેમ્બરમાં ચાલી હતી. જ્યાં પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે, તે પોતાની મરજીથી તેની મહિલા મિત્ર સાથે રહે છે. તેનો પતિ તેને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. જેથી, તે પોતાની સ્ત્રી મિત્ર સાથે રહેવા ચાલી ગઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે, પત્ની જ્યારે પોતાની મરજીથી સ્ત્રી મિત્ર સાથે રહેવા માંગે છે. ત્યારે તેને ગેરકાયદેસર રીતે ગોંધી રખાઈ નથી. તે પુખ્ત અને સ્વતંત્ર છે, તેને રહેવું હોય ત્યાં રહી શકે છે. કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

Also read: ફિલ્મોં મેં બદલતે રિશ્તે… કલ-આજ ઔર કલ?

હાઈકોર્ટે કહ્યું હતું કે, અમે કોર્પસની ઈચ્છા જાણી લીધી છે અને તેના નિવેદન મુજબ, તેણીએ આરોપ લગાવ્યો છે કે, અરજદાર દ્વારા મહિલાને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હોવાથી તેણે ઘર છોડી દીધું હતું અને સ્ત્રી મિત્ર સાથે રહેવાનું નક્કી કર્યું હતું. કોર્પસ દ્વારા કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને કોર્ટનું માનવું છે કે, કોર્પસની કોઈ ગેરકાયદેસર કેદ નથી અને તેથી કોર્પસને તેની ઇચ્છા મુજબ તરત જ મુક્ત કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button