Pre-Wedding Photoshoot in Ahmedabad's Heritage Site
આપણું ગુજરાત

લગ્ન બનશે યાદગાર, પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અમદાવાદની આ 5 ઐતિહાસિક વાવ આપશે ભાડે

અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા ઈચ્છે છે. આ માટે તેઓ લગ્ન તારીખના ઘણા સમય પહેલા પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવતાં હોય છે. હાલ અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા કેટલાક બગીચામાં લોકો ફી ચૂકવીને ફોટોશૂટ કરાવી રહ્યા છે, આ દરમિયાન તંત્રએ આવક વધરવા મોટો નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી કેટલીક વાવને ભાડે આપીને વધારાની આવક ઉભી કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહી છે. આ મુદ્દે રિક્રીએશન કમિટીની બેઠકમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

શહેરમાં હાલ કેટલી વાવ આવેલી છે

અમદાવાદ શહેરમાં હાલ 20 જેટલી વાવ અસ્તિત્વમાં છે. મોટાભાગની વાવ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ આવેલી છે. જ્યારે કેટલીક વાવ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ હેઠળ આવરી લેવામાં આવી છે. આ 5 વાવ પર પ્રી વેડિંગ શૂટિંગ માટેની મંજૂરી આપવામાં આવી શકે છે. શૂટિંગ કરવા માટેની પરવાનગી અને શૂટિંગ કરવા માટે ચૂકવવવાની કિંમત આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે.


Also read: નવી જંત્રી સામે બિલ્ડરો મેદાનમાં; ક્રેડાઈ-ગાહેડએ નોંધાવ્યો વિરોધ…


આ વાવ પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અપાશે ભાડે

ગોસાઈજી હવેલીની વાવ, દોશીવાડાની પોળ
જેસંગભાની વાડીની વાવ, ઘી કાંટા
અમૃત વરણી વાવ, પાંચકૂવા
પાસરી ધર્મશાળાની વાવ, રિલીફ રોડ
મહદેવ મંદિરવાળી વાવ


Also read: Ahmedabad: આરોપી દંપતીને હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ચાર પોલીસકર્મી સસ્પેન્ડ


વાવ એટલે શું?

ગુજરાતમાં અનેક વાવ આવેલી છે. દરેક વાવનું લોકકલ્યાણ સાથે સાથે ધાર્મિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ પણ છે. વાવ એટલે કુવાનો જ એક પ્રકાર છે. વાવમાં ગરગડી ઉપરાંત પગથિયા પણ હોય છે, જેથી પાણી તળિયે હોય તો પણ જઈને તમે ભરી શકો. પહેલાના સમય માં અમુક વિસ્તારો અને ગામમાં પાણીની અછત રહેતી હતી. લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. એટલે રાજા મહારાજા અને ગામ વાળા લોકો જે ગામની આસપાસ નદી કે અન્ય પાણીની સગવડ ન હોય ત્યાં વાવ નિર્માણ કાર્ય કરાવતા હતા. દરેક વાવ જે તે સ્થાપત્ય શૈલી પ્રમાણે એકબીજાથી અલગ પડે છે.

Back to top button