Gujarat માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ, અનેક જિલ્લાઓ રહેશે વરસાદી માહોલ

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)સતત પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકોને જલદી રાહત મળવાની સંભાવના છે. જેમાં દેશમાં ચોમાસાએ(Monsoon)એન્ટ્રી મારી દીધી છે. તેમજ મુંબઈમાં(Mumbai)પણ 10 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શકયતા છે જ્યારે હવામાન વિભાગની(IMD)આગાહી મુજબ ગુજરાતમાં 15 જૂનની આસપાસ વિધિવત રીતે ચોમાસું બેસે તેવી સંભાવના છે.જો કે રાજ્યમાં હાલ પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે. જેના પગલે આજે અને આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે.
અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના છે.દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે. જ્યારેદક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
Read This…Gujarat Monsoon : ‘હવે છત્રી લઈને નિકળજો’ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી
મોટાભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી અઠવાડિયા દરમ્યાન તાપમાનમાં કોઇ ખાસ ઘટાડો જોવા નહિ મળે. તેમજ મોટાભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. જેમાં સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. જ્યારે અમદાવાદ,અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, કચ્છ, મોરબી, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાનની સંભાવના છે.