આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

નિલેષ કુંભાણી પર પ્રતાપ દૂધાતનો કટાક્ષ ‘મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ, છુપાઈને નહીં’

અમરેલી : ગુજરાતમાં લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ સમયે અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકર્તાઓના આભાર દર્શન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે (pratap dudhat) સુરતના કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણી (nilesh kumbhani) પર નિવેદન આપ્યું હતું. તેમજ તેઓએ સ્માર્ટ મિટરને લઈને પણ વાત કરી હતી.

કાર્યકર્તાઓના આભાર દર્શન કાર્યક્રમમાં પ્રતાપ દૂધાતે લોકસભા ચૂંટણી માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસ પાર્ટીની આગામી રણનીતિઓ અંગે કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. તેમણે આ સભામાં સ્માર્ટ મીટરના વિરોધમાં અમરેલીથી નવા આંદોલનની શરૂઆત કરવાની તૈયારી કરવાનું સૂચવ્યું હતું. ઈન્ડિ ગઠબંધનના કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે સુરતના નીલેશ કુંભાણી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ, છુપાઈને નહીં.

લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરની જીત માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરેલી મહેનતનો આભાર પ્રગટ કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન અહી વીજ કંપની દ્વારા લાવવામાં આવનાર સ્માર્ટ મીટરના વિરોધમાં જનઆંદોલન ઊભું કરવા લોકો અને કાર્યકર્તાઓને તૈયારી રાખવાની વાત કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button