તમારી ઉંમર 21થી 24ની છે ? તો રાશિ-ભવિષ્ય વાંચવામાં ટાઈમ ના બગાડશો. કરી લો ફટાફટ આ કામ…
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ યુવાનોને ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. પાંચ વર્ષના સમયગાળામાં આ યોજનાનો ઉદ્દેશ્ય 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવી. આમાં ગેસ, તેલ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્તમ તકો છે. આ પછી ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં ઇન્ટર્નશિપની તકો છે. ઉમેદવાર મહત્તમ 5 ઇન્ટર્નશિપ વિકલ્પો પસંદ કરી શકે છે અને અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ભારત-લાઓસ સભ્યતા અને સમકાલીન સંબંધોને વધુ મજબૂત કરવા PM મોદીની મંત્રણા…
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ માટે ઓનલાઈન અરજીઓ 12મી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. લાયક ઉમેદવારો https://pminternship.mca.gov.in/login/ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. આ યોજના હેઠળ યુવાનોને ઈન્ટર્નશિપ દરમિયાન દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે. કેન્દ્ર સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગારીક્ષમ બનાવવાનો છે. હાલમાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્ટર્નશિપ સ્કીમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. આ યોજના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં ઘોષિત કરી હતી.
યોજના હેઠળ યુવાનોને ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય પાંચ વર્ષના સમયગાળામાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. જેમાં ગેસ, તેલ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્તમ તકો છે. આ પછી ટ્રાવેલ્સ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં ઇન્ટર્નશિપ માટેની અરજીઓ કરી શકશે. એક ઉમેદવાર વધુમાં વધુ 5 ઇન્ટર્નશિપ વિકલ્પો પસંદ કરી- અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર છે.
પસંદગી પ્રક્રિયા કેવી રીતે ?
ધારો કે તમે ઉમેદવાર છો અને તમે નિયત સેમી મર્યાદામાં અરજી કરી દીધી છે. તો તમને થશે કે આગળ કેવી રીતે પ્રક્રિયા હશે ? જુઓ, 26મી ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કર્યા બાદ 27મી ઓક્ટોબરથી પસંદગીના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે. આખરી યાદી 7મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ પછી 8 થી 25 નવેમ્બર સુધીમાં ઓફર લેટર્સ મોકલવામાં આવશે અને પસંદગીના ઉમેદવારોની ઇન્ટર્નશિપ 2 ડિસેમ્બરથી કંપનીઓમાં શરૂ થશે.
12મા પછી ઓનલાઈન અથવા અંતરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.જેઓ 24 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો છે તેમણે અરજી નથી કરવાની. જે યુવકની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 8 લાખથી વધુ છે અથવા પરિવારનો કોઈપણ સભ્ય કાયમી સરકારી નોકરી કરે છે, અથવા જેઓ IIT, IIM, IISER, NID, IIIT, NLU જેવી મોટી સંસ્થાઓમાંથી સ્નાતક થયા છે તેઓ અરજી નહીં કરી શકે.
જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
પાસપોર્ટ સાઇઝનો ફોટો
યુવાનોને દર મહિને 5 હજાર રૂપિયા મળશે
ઇન્ટર્નશીપમાં જોડાવા માટે 6,000 રૂપિયાની એકમ સહાય આપવામાં આવશે અને તે પછી, એક વર્ષ માટે દર મહિને 5,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ઇન્ટર્નશિપ 12 એક મહિના માટે રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં 1.25 લાખ ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાની યોજના છે. જેના પર કેન્દ્ર સરકારને 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે