આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ઘરનાં ઘરનું સ્વપ્ન થશે સાકાર; PM ગ્રામીણ આવાસ યોજનાની સહાયમાં વધારો…

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂ. 4700.09 કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્ય પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ બાંધકામ માટે આપવામાં આવતી રકમ રૂ. 1.20 લાખની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની 50 હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો : આજે વિશ્વ વન દિવસ: સરકારની જંગલના રક્ષણની વાતો વચ્ચે ગુજરાતના ટ્રી કવરમાં 21 ટકા ઘટાડો…

PM આવાસ યોજનાની સહાયમાં વધારો
વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂ. 4700.09 કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને પોતાનું ઘર પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2024-25માં રાજ્યના 2.24 લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે બજેટમાં રૂ. 1226.70 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જંગલ વિસ્તારમાં આદિવાસી પરિવારોને આવાસની મંજૂરી
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ બાંધકામ માટે આપવામાં આવતી રકમ રૂ. 1.20 લાખની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂ. 50,000 સહાય પૂરી પાડવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ. 550 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) હેઠળ ગત વર્ષે જંગલ વિસ્તારમાં વસતા 3288 આદિવાસી પરિવારોને આવાસની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2024માં કેટલા એમઓયુ થયા? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

વધુ 5950 સ્વસહાય જૂથોની રચના કરાશે
ગ્રામ વિકાસ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાઓમાં વસતી બહેનોને સ્વનિર્ભર બનાવવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યભરમાં 8362 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. આગામી વર્ષે ગુજરાતમાં વધુ 5950 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવશે. ગત વર્ષે રાજ્યના 9784 સ્વસહાય જૂથોને રૂ. 29.12 કરોડનું રીવોલ્વીંગ ફંડ, 12972 સ્વસહાય જૂથોને રૂ. 151.09 કરોડ કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ તેમજ ૭૭,૫૫૨ સ્વસહાય જૂથોને રૂ. 1392.30 કરોડની કેશ ક્રેડિટ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button