સૌરાષ્ટ્રમાં વાતાવરણ બગડતા જીરાના વાવેતરમાં વિલંબની સંભાવના | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

સૌરાષ્ટ્રમાં વાતાવરણ બગડતા જીરાના વાવેતરમાં વિલંબની સંભાવના

ઊંઝાઃ મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં જીરાનો સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક હોવા છતાં આવક સામે જાવકની ઘરાકી સરખી રહી છે. હાલ ઊંઝા એપીએમસીમાં જીરાની દૈનિક આવકો 8થી 10 હજાર ગુણી જોવા મળી રહી છે. જેની સામે દેશાવર અને ફોરેન એકસપોર્ટની ઘરાકી 8થી 10 હજાર બોરી થઈ રહી છે. વાવેતર ઓછું અને મોડું થવાથી માર્કેટમાં જીરુ માર્ચ આખરમાં આવશે તેવું લાગી રહ્યું છે. જીરાના મણના સરેરાશ ભાવ રૂ. 4800થી 5200 મળી રહ્યા છે. જ્યારે સારા માલના ભાવ રૂ. 5000થી 5200 નોધાયા છે.

જીરુ માર્ચ આખરમાં આવવાની સંભાવના :
આ વર્ષે સૌરાષ્ટ્રમાં જીરાના વાવેતરને વાતાવરણ અનુકૂળ ન હોવાથી વાવેતરમાં તેના નિયત સમય કરતાં એકાદ મહિનાથી વધુ મોડું થાય તેવી સંભાવનાઓ છે. જ્યારે જીરાનું રાજસ્થાન અને બનાસકાંઠામાં દિવાળીથી લાભપાંચમ સુધી વાવેતર થવાની સંભાવના સેવાઈ રહી છે. કાઠીયાવાડ સહિત ગુજરાતમાં જીરાનું વાવેતર એક મહિનો મોડું થશે. વાવેતર ઓછું અને મોડું થવાથી માર્કેટમાં જીરુ માર્ચ આખરમાં આવશે તેમ લાગી રહ્યું છે.

જીરાનું વાવેતર ઓછુ થવાનુ અનુમાન:
જીરાની દેશાવરમાં અંદાજીત 40થી 50 લાખ બોરી એકસપોર્ટ થઈ છે. જ્યારે ફોરેનમાં અંદાજીત 32થી 33 લાખ બોરી નિકાસ થઈ છે. હાલ કાઠીયાવાડમાં રાયડો અને લસણનું વાવેતર વધુ થવાની ધારણાએ જીરાનું વાવેતર ઘટી રહ્યું છે. જ્યારે બીજી તરફ જીરાના વાવેતરને વાતાવરણ અનુકૂળ ન હોવાથી વાવેતર એક મહિના મોડું થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એરંડાનુ વાવેતર વધુ થશે. જેની સામે જીરાનું વાવેતર કપાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Back to top button