ટ્રાફિક DCP પૂજા યાદવ નો સપાટો, આઠ ડમ્પર પકડાયા
રાજકોટ ખાતે આજીડેમ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું હતું ગત જાન્યુઆરી મહિનાથી અકસ્માત નો આંકડો વધતો જતો હતો ટ્રાફિક બ્રાન્ચે સતર્કતા વાપરી અને એ વિસ્તારમાં ઓવરલોડ ડમ્પર પકડવાનું શરૂ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટ ખાતે હાલ હિટ એન્ડ રન પ્રકરણ વધતા જાય છે. લોકોમાં આ બાબતે કચવાટ પણ વધતો જાય છે. ભારે વાહનો બેફામ ચાલી રહ્યા છે ખાસ કરી અને આજીડેમ વિસ્તારમાં જાન્યુઆરીથી રોડ અકસ્માતનું પ્રમાણ વધતા કાર્યવાહી શરૂ કરેલ છે.
ફલાઈગ સ્કોડ મારફત કાર્યવાહી હાથ ધરાઈ હતી અને તમામ પકડાયેલા ડમ્પરને પોલીસ સ્ટેશનમાં રાખી તેના ડ્રાઇવર પાસે યોગ્ય પેપર છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી અને પુરા કાયદેસરના પેપર ન હોય ડમ્પરને પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા કુલ 8 રેતીના ડમ્પરોને ડિટેઇન કરવામાં આવ્યા છે. તમામ ડમ્પરોમાં રેતી ભરેલી હોય અને કેપેસિટી કરતાં વધારે ભરતી હોય ખાણખનીજ વિભાગ ને તમામ ડમ્પર મામલે જાણ કરાઈ હતી. ખાણ ખનીજ ખાતુ શેના માટે રાખ્યું છે તે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કારણ કે ત્યાં બેફામ ડમ્પરો ઓવરલોડ રહેતી ભરી અને દોડતા હોય છે છતાં ખાણ ખનીજ ખાતા ની નજર કેમ પડતી નથી.ડીસીપી પૂજા યાદવ ની ડ્રાઈવ થી ખાણ ખનીજ ખાતું પણ ઊંઘતું ઝડપાયું છે.
ડમ્પર વાળા જેટલા દોષી છે તેટલા જ ખાણ ખનીજના અધિકારી પણ દોષી ગણાય. તેઓની નજર બહાર આ કાર્યવાહી થાય છે કે મીઠી નજર થાય છે તેવું લોકો પૂછી રહ્યા છે.
એકદમ પર પોલીસનો લોગો લગાડી અને પોલીસ લાઈન લખેલું છે તે સંદર્ભે પૂછતા ડીસીપી પૂજા યાદવ એ જણાવ્યું હતું કે તે અંગે તપાસ કરવામાં આવશે. ઉપરાંત આરટીઓ અને બીજા ખાતાને પણ સામેલ કરી સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે. લોકો ડીસીપી પૂજા યાદવ અને ધન્યવાદ આપી રહ્યા છે અને આ ડ્રાઈવ શહેરમાં પણ બેફામ ચાલતા વાહનો સંદર્ભે શરૂ થાય તેવું ઈચ્છી રહ્યા છે.